ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંપૃક્તાર્થ


સંપૃક્તાર્થ(Connotation) : સર્વસ્વીકૃત વાચ્ય એવા અર્થથી જુદો અર્થ. સંપૃક્તાર્થ એ વાચ્યાર્થ કરતાં કંઈક વધુ હોવાનો સંકેત કરે છે. શબ્દ દ્વારા ગુણધર્મો, લાક્ષણિકતાઓ સૂચિત થાય છે. શબ્દના સાદા અર્થ ઉપરાંત તેને સાહચર્યો, કલ્પનો, છાયાઓ, પ્રભાવો વગેરે હોઈ શકે. કાવ્યમાં સંપૃક્તાર્થનો વિશેષ વિનિયોગ થાય છે. અને એને કારણે સર્જક અનેકવિધ અર્થચ્છાયાઓ સર્જી શકે છે. ચં.ટો.