ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્જક અહં


સર્જક અહં(Creative ego) : ફ્રાન્સમાં મનોવૈજ્ઞાનિક અભ્યાસ પર આધારિત કૃતિલક્ષી વિવેચનાના મુખ્ય પ્રણેતા શાર્લ મૂરોં (Charles Mauron)ની એવી ધારણા છે કે દરેક સર્જકનું બહારના જગત સાથે ક્રિયાશીલ સામાજિક અહં તો હોય છે, પણ જીવવાના અત્યુદ્યમની સાથેનું સંતુલન રચવા તરેહો કે કપોલકલ્પિત જોડે સંકલિત થતું એનું સર્જક અહં પણ હોય છે. સાહિત્ય, આ બેના આંતરનાટ્યનું પરિણામ છે. ચં.ટો.