ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વયંચાલિત લેખન
સ્વયંચાલિત લેખન(Automatic writing) : સભાન નિયંત્રણ કે ચિત્તની દખલગીરી વગર કરાયેલું લેખન. સંમોહન અવસ્થામાં કે કેફી દ્રવ્યોના પ્રભાવ હેઠળ એની શક્યતા વધુ છે. પરાવાસ્તવવાદીઓએ એનો સંઘટનાત્મક પ્રવિધિ તરીકે ઉપયોગ કર્યો છે અને અચેતન મનની સ્વત :પ્રવર્તિત સામગ્રીને પોતાના લેખન ભીતર ખેંચી છે.
ચં.ટો.