ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હાઈકુ


હાઈકુ/સત્તરાક્ષરી(Haiku) : પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાનનો કાવ્યપ્રકાર. સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર કોઈએક ભાવ, કલ્પન કે સંવેગ જગાડે છે. બાશો અને ઇસ્સો જપાનના સૌથી વધુ સમર્થ હાઈકુ કવિઓ છે. ટી. ઈ. હ્યુમ, એમિ લોઅલ, રૉબર્ટ ફ્રૉસ્ટ, ડબલ્યૂ, બી. યેટ્સ આ કાવ્યપ્રકારથી પ્રભાવિત હતા. ગુજરાતીમાં સ્નેહરશ્મિએ હાઈકુ કાવ્યની પ્રતિષ્ઠા કરી. જેમકે રાત અંધારી/તેજ તરાપે તરે/નગરી નાની. ચં.ટો.