ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/યજ્ઞેશ હરિહર શુક્લ


યજ્ઞેશ હરિહર શુકલ (“પીયૂષ”)

એઓ જ્ઞાતિએ ચાતુર્વેદીય મોઢ બ્રાહ્મણ અને વલસાડના વતની છે. એમનો જન્મ તા. ૧૩મી માર્ચ ૧૯૦૯ના રોજ વલસાડમાં થયો હતો. એમના પિતાનું નામ હરિહર ગણપતરામ શુક્લ અને માતાનું નામ વિજ્યાબ્હેન છે. એઓએ મેટ્રીક સુધી અભ્યાસ કરેલો છે. તે પછી તેઓ વર્તમાનપત્રના ધંધામાં જોડાયલા. હમણાં તેઓ ગુજરાતી પત્રમાં તંત્રીખાતામાં કામ કરે છે; તેમજ સન ૧૯૨૯ના ઍપ્રિલથી ‘ગુણસુંદરી’ સ્ત્રી માસિકના સહતંત્રી તરીકે ઉપયોગી સેવા બજાવે છે. તે ઉપરાંત “પીયૂષ”ના તખલ્લુસથી જૂદાં જુદાં સાપ્તાહિકો અને માસિકોમાં અવારનવાર લેખો લખે છે.