17. પડછાયો
- દીવાને આગળ રાખશો તો પડછાયો પાછળ રહેશે.
- જાગ્રતિના પડછાયાને લોકો ઊંઘ કહે છે.
- પડછાયો પાણીમાં પડે તોયે ભીનો થતો નથી.
- ટૂંકા પડછાયા લંબાવા માટે સાંજની પ્રતીક્ષા કરે છે.
- જોડાજોડ ચાલવું એટલે પડછાયા સાથે ચાલવું!
- અનુકરણ ન કરે તે પડછાયો ન કહેવાય!
- માણસનો પડછાયો તેનો આજીવન વફાદાર હોય છે.