ચાંદરણાં/ફૂલ
- ફૂલની પ્રતિષ્ઠા સુગંધ છે, એનો બોજ એને કચડી નાખતો નથી.
- ફૂલ પોતાનામાં રહીને ફોરમરૂપે પોતાની બહાર જાય છે!
- સુવાસ આગળ જતી હોય તો ફૂલ શા માટે આગળ જાય?
- ફૂલની જેમ જીવવા ફૂલ જેટલું આયુષ્ય સ્વીકારવું પડે!
- ફૂલના જન્માક્ષર મંડાય એ પહેલાં તો એ મરી જાય છે!
- પતંગિયું નહીં ચૂંટાયેલા ફૂલ પાસે જ જાય છે.
- પુષ્પો પોતે જ સુંદર છે એટલે ફૅશનેબલ નથી.
- કોઈ ફૂલ પોતાના બોજથી કચડાતું નથી.