વેળા બપોરી એને ઘૂંટે ઘડે આંકે ભમરો. ભમરો કહેતાં સટીપટી નહિ – આંટ મારે રાતને. રાત ભોરિંગ કાળું પાતાળ. પાતાળ કેવાં, કહો કેવાં ? તળ વિનાનાં. બપોરી તળ ઝરી ગયું છે. જંઘા પર પાતાળી ભમરો સૂંઢ રોપી પીવા આવ્યો. વારુ, ઝીણા ઘૂંટડે. જો એમ હોય તો – હા.