તારાપણાના શહેરમાં/પ્રકાશક તરફથી...

પ્રકાશક તરફથી...

છેલ્લાં પચ્ચીસ વર્ષથી જેની રાહ જોવાય છે તે જવાહર બક્ષીનો ગઝલસંગ્રહ પ્રકાશિત કરતાં અમને ખૂબ આનંદ થાય છે. સાડા ત્રણ દાયકાની તેમની ગઝલસાધનાનું ફળ આપ સહુને અર્પણ છે.

આ પુસ્તકનું પ્રકાશન કરવામાં મને નિમિત્ત બનાવવા માટે જવાહરભાઈનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સહયોગ માટે શ્રી હેમંત ઠક્કર, દીપક દોશી, માધવ ભાગવત, દીપક ગણાત્રા, ડૉ. પ્રકાશ મહેતા, વિપુલ દેસાઈ, જયંત શાહ અને ભારતેન્દ્ર શુક્લનો વિશેષ આભારી છું.

ઉત્તમ પુસ્તકો નિર્માણ કરવાનું સૌભાગ્ય સાંપડે તેવી પ્રાર્થના. રસિકજનોને પોતાનાં મંતવ્યો આપવા નિમંત્રણ છે.

–વિજય મહેતા