દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૩. લોહદંડ


૨૩. લોહદંડ

મનહર છંદ


દીઠો એક લોહ દંડ, અખંડ પ્રચંડ પંડ,
કાઠથી કઠોરને અનમ્ર દીસે આવતાં,
દૂધ દધિ ઘૃત મધ પાઈએ જો પંચામૃત,
નરમ ન પડે અંગ અત્તર લગાવતાં;
મધુર વચનની મધુરતાથી માને નહીં,
જડ જેવો જડ સમજે ન સમજાવતાં;
કહે દલપત એવા કઠોરની કાયા નમે,
તાપથી માર મારીને નમાવતાં.