દલપત પઢિયારની કવિતા/આંબાવાડિયું

આંબાવાડિયું

એક સમયે
હું ગાર ગૂંદતો હતો
એ પગલાંનું માપ મારે જોઈએ છે.
નક્કી, એ રસ્તે
એક નવી ભીંત ભરી લઈશ,
ઓકળીઓથી લીંપી લઈશ,
આંબાવાડિયું ઉછેરી લઈશ,
પીળું પાન
લીલું પાન,
વડવાઈએ વધેલું દાણ
દાણ કહેતાં દેશ દેશથી
દોડી આવે શઢ-કાટલાં વહાણ...
અરે!
કોઈ આ છેડેથી
આંચકો તો મારો!