દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/સર્જક-પરિચય
દિલીપ ઝવેરી
દિલીપ ઝવેરી આધુનિક ગુજરાતી કવિતાના અગ્રણી કવિ છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પાંડુકાવ્યો અને ઇતર’ (૧૯૮૯) ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યો છે. જે આધુનિક ગુજરાતી કવિતામાં ખૂબ ધ્યાનપાત્ર બન્યો. એ પછી તેમણે ‘ખંડિત કાંડ અને પછી’ (૨૦૧૪), ‘કવિતા વિશે કવિતા’ (૨૦૧૬) અને ‘ભગવાનની વાતો’ (૨૦૨૧) કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘ભગવાનની વાતો’ સંગ્રહને દિલ્હી સાહિત્ય અકાદમીનો ૨૦૨૪ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે.