નયન હ. દેસાઈની કાવ્યસંપદા/‘રજની’ કાવ્ય

રજની * કાવ્ય

આ યાદો પણ કેમ ભીંજાવે, આ આસું પણ કેમ સતાવે, રજનીને ફરિયાદ કરો કોઈ,
માણસ જેવું કો’ક ત્વચામાં હરફર કરતું રોજ ડરાવે, રજનીને ફરિયાદ કરો કોઈ,

ચહ્રો ચહેરા ભાંગી ગલીઓ, બેવડ બેવડ પડછાયા ને કચ્ચર કચ્ચર શ્હેર છે આખું,
ટાપુ ઉપર કાચના હરદમ હાથનું ટોળું ઇંટ ઉઠાવે, રજનીને ફરિયાદ કરો કોઈ.

ઢળતી ઢળતી સાંજ ક્ષિતિજ પર ધીમે ધીમે રાતનો પગરવ ચૂપકીદીના મ્હેલ તરફ છે,
રાજારાણીને બદલે એકાન્ત હિંડળે તાંજુલ ચાવે, રજનીને ફરિયાદ કરો કોઈ.

આ ક્ષણના મેળામાં નિંદર જેવું ક્યાં છે, તો પણ ક્યારેક નિંદર આવે, શમણાં આવે,
કોબીજના પડ માફક તારી વાતો નીકળે, રાત જગવે, રજનીને ફરિયાદ કરો કોઈ.

આમ ‘નયન’ તું સૂરત જેવા શ્હેરને સોનાની મૂરતની ગલીઓમાં ખોવાઈ ગયો છે
આમ ‘નયન’ વરસોથી બેઠો ભાંગ્યાતૂટ્યા ગામ તળાને, રજનીને ફિયાદ કરો કોઈ