પરકમ્મા/બંદૂક ભાંગી : વાણી દાગી
બંદૂક ભાંગી : વાણી દાગી
હું એ વાણીની શોધમાં ચડ્યો, વાવડ મળ્યા કે ખડખડ ગામમાં વેલાનો સાધુ રહે છે. વડીઆના તે કાળને યુવરાજ અને વર્તમાન દ. શ્રી સૂરગભાઈએ પોતાની મોટરમાં મને ખડખડ ઉતાર્યો. બુઢ્ઢો બાવો, અફીણના કેફમાં ડૂલી ગયેલ, પુરા શબ્દો પણ ન નીકળે, પણ મને આસ્થાળુ માનીને એકતારો મેળવ્યો. વેલાના સમાધમંદિરે બેઠા. એણે માંડમાંડ ગાયાં પંદરેક રામૈયાકૃત ભજન. ટાંચણમાં એ કોળી શિકારીનો ઓગળેલ આત્મા દેખાય છે— મનખા જેવડું મહા પદારથ વેણુમાં રે વેરાણું વેલા ધણી! ચારે કોરથી વેપારી આવ્યા, ઈ તો વેપાર કરી નવ જાણે રે વેલા ધણી! દયા રે કરો ને ગુરુ મેરું કરો મારા રૂદિયા હે ભીતર જાણો વેલા ધણી! આ રે શે’રમાં બડી બડી વસ્તુ ગાંઠેન મળેનાણુંવેલાધણી! ચારે કોરથી સળગાવી દેશે ઈ તો સઘળું શે’ર લુંટાણું વેલા ધણી! વેલનાથ ચરણે બોલિયા રામૈયો ઓળે આવ્યાને ઉગારો વેલા ધણી!