પુનશ્ચ/ચહેરો

નામ

સ્ત્રી : તમારું નામ મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : એનો અવાજ મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : એનો આકાર મને બહુ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : એનો અર્થ મને બહુ જ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારું નામ મને ગમે છે.

૨૦૦૪