પૂર્વાલાપ/૯૧. દીન ઉપર દયા કરજો


૯૧. દીન ઉપર દયા કરજો


[પદ]

દીન ઉપર દયા કરજો, ઓ નાથ, દીન
વિશ્વદુરિત પરિહરજો, ઓ તારક, દીન
દીન છતાં અમે બચ્ચાં તમારાં કરુણાસુધારસ ઝરજો,
ઓ પિતા, કરુણા દીન
ઓ સવિતા, પરમેશ, પિતાજી! ભર્ગ નયન માંહી ભરજો,
ઓ પિતા, ભર્ગ દીન