પૂર્વાલાપ/૯૦. વ્હાલાંઓ, શા માટે સતાવો?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯૦. વ્હાલાંઓ, શા માટે સતાવો?


[પદ]

વ્હાલાંઓ, શા માટે સતાવો?
વાંક કશો જો હોય બતાવો!
પરમેશ્વરમાં પાપ પતાવો
માંગુ એ હાવાં!
વિશ્વપિતાનાં આપણાં બાલો :
સાંકડમાં તો સાથે ચાલો!
વસુધાની વાડીમાં મ્હાલો
માગું એ હાવાં!