પ્રથમ સ્નાન/અન્ય મિત્રો અને બૂટ

અન્ય મિત્રો અને બૂટ


ખાસડાં માતેલી ભેંસ જેવાં—
ચમકે ચામડી, માખી બેસે નૈ, બેસે તો નિશ્ચે થથરે ચામડી ખાસડાંની
માખીબે’ન, ઓ માખીબે’ન, આવો, બેસો. ચા પીઓ.
ચમારિયો શીંગડે દોરડાં બાંધી ડોબું ઘસડી લાયો.
પગની પાટલીને અડસટે ચશ્મે ન્યાળી બનાવી દીધી
માતેલી ભેંસ.
ભેંસને બાંધું ખીલ્લે.
હવે ધોળા ધમરક દૂધજી તમીં નેહરજો રે બ્હાર.
માખી આવી બેસે નૈ. દૂધડજી બ્હારો નેંહરે નૈ.
માખી ચા પીએ નૈ.

૯-૭-૭૪