બાબુ સુથારની કવિતા/એટલે કે મરી ગયેલા આગિયા

૩૭. એટલે કે મરી ગયેલા આગિયા

એટલે કે
મરી ગયેલા આગિયા
અને ખરી પડેલા તારાઓની વચ્ચે
ઊભા રહીને
ખરતા પાંદડાંને
મનુષ્ય હોવાની શાહેદી આપવી.

(‘લખવું એટલે કે...’ માંથી)