બાબુ સુથારની કવિતા/જે બીજમાં તે શબ્દમાં

૩૬. જે બીજમાં તે શબ્દમાં


જે
બીજમાં
તે
શબ્દમાં
તે
ધરતીમાં
તે
આકાશમાં
ને એ બધાંની વચ્ચે
જે ક્યાંય નથી એ.
લખવું એટલે
જે ક્યાંય નથી એને
સર્વત્રમાં
રમતું કરવું.
(‘લખવું એટલે કે...’ માંથી)