બાળ કાવ્ય સંપદા/ચંદા પર ઘર હોય આપણું

ચંદા પર ઘર હોય આપણું

લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’
(1947)

ચંદા પર ઘર હોય આપણું,
આભમાં ઘૂમવાની મજા પડે,
ભઈ, મજા પડે.

ચંદા પર ઘર હોય આપણું,
ચાંદની જમવાની મજા પડે,
ભઈ, મજા પડે.

ચંદા પર ઘર હોય આપણું,
તારલા ચૂંટવાની મજા પડે,
ભઈ, મજા પડે.

ચંદા પર ઘર હોય આપણું,
વાદળમાં રમવાની મજા પડે,
ભઈ, મજા પડે.