બાળ કાવ્ય સંપદા/ચકીબેન

ચકીબહેન

લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)

ચકીબહેન ચકીબહેન, મારી સાથે રમવા,
આવશો કે નહીં....?(2)

બેસવાને પાટલો, સૂવાને ખાટલો,
ઓઢવાને પીંછાં આપીશ તને...
હું આપીશ તને... ચકીબહેન૦

પહેરવાને સાડી, મોરપીંછાંવાળી,
ઘમ્મરિયો ઘાઘરો, આપીશ તને...
હું આપીશ તને... ચકીબહેન૦

ચક્ ચક્ ચણજો, ચીં ચીં કરજો,
ખાવા દાણા આપીશ તને...
હું આપીશ તને... ચકીબહેન૦

બા નહીં બોલશે, બાપુ નહીં બોલશે
નાનો બાબો તો ઊંઘી ગયો છે...
ઊંઘી ગયો... ચકીબહેન૦
ચકીબહેન... ચકીબહેન....