બાળ કાવ્ય સંપદા/તું માતા છે તું પિતા

તું માતા છે તું પિતા

લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)

તું માતા છે, તું પિતા, તું બંધુ જગનાથ,
તું સઘળું દેનાર છે, સાચો તુજ સંગાથ.
તારી આ દુનિયા બધી, તારા સૂરજ ચાંદ,
તારાથી સૌ જીવીએ, કરીએ નિત આનંદ.
કાલાંઘેલાં બાળકો નમીએ નામી શીશ,
સાચી સમજણ આપજે ઓ મોટા જગદીશ !