બાળ કાવ્ય સંપદા/પાંખ મને દે તારી

પાંખ મને દે તારી

લેખક : મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
(1914-1972)

પંખી, પાંખ મને દે તારી,
મારે જોવી આભ અટારી
પંખી, જોવી આભ અટારી.

આવે વર્ષા વાદળ ગરજે,
થાય ધડાધૂમ ભારી.
પંખી થાય ધડાધૂમ ભારી,

મેહુલિયો, વ૨સે મુશળધારે,
જાણવું ક્યાં જળધારી.
જાણવું ક્યાં જળધારી.

પંખી, તું દે તો શોધી કાઢું
છૂપી તેજફુવારી,
પંખી, છૂપી તેજ ફુવારી.