બાળ કાવ્ય સંપદા/મા, વ્હાલપનું ઝરણું

મા, વ્હાલપનું ઝરણું

લેખક : વિરંચિ ત્રિવેદી
(1947)

મા, વ્હાલપનું ઝરણું
મા, વ્હાલપનું ઝરણું તું
ને એક તરસ્યું હરણું હું
તારા વહાલથી ખીલેલું
ફૂલડું નાજુક નમણું હું
વાછરડું થઈ હું વીંટળાઉં
મારે માટે શરણું તું
તારી આંખોમાં જો તો
મુજ ભાવિનું શમણું હું
મોટો થઈને વાળીશ હું
તારું વળતર બમણું હું