ભરત વિંઝુડાની ગઝલસંપદા/બોલ હવે
૨૭
બોલ હવે
બોલ હવે
આવ, બાજુમાં બેસ બોલ હવે
ક્યાં જતાં વાગી ઠેસ બોલ હવે
બોલવાનું બહાર બોલીને
મારા માટેનું શેષ બોલ હવે
પોતપોતાનું પાત્ર ભજવે સૌ
તું ય પહેરી લે વેશ બોલ હવે
દ્વાર બીડીને કર પ્રતીક્ષા તો
કેમ થાશે પ્રવેશ બોલ હવે
નાંખ તોડી યુગોનું મૌન અને
કર હવે શ્રી ગણેશ બોલ હવે
(આવવું અથવા જવું)