ભરત વિંઝુડાની ગઝલસંપદા/ચાલ્યાં જાય છે
૨૮
ચાલ્યાં જાય છે
ચાલ્યાં જાય છે
હાથતાળી દઈને ચાલ્યાં જાય છે
વાત ટાળી દઈને ચાલ્યાં જાય છે
સૂર્યની સાથે ઊગે ને આથમે
રાત કાળી દઈને ચાલ્યાં જાય છે
પ્રેમપત્રો સાચવી રાખ્યા હતા
આજ બાળી દઈને ચાલ્યાં જાય છે
આમ ય ને અહીંયાં આવે એમને
એમ વાળી દઈને ચાલ્યાં જાય છે
કેમ કરવી, વાત કરવી હોય તો
આંખ ઢાળી દઈને ચાલ્યાં જાય છે
(આવવું અથવા જવું)