ભરત વિંઝુડાની ગઝલસંપદા/સખાવત પણ કરે
૩૫
સખાવત પણ કરે
સખાવત પણ કરે
ના કહે ને હાની બાબત પણ કરે,
જ્ઞાનની સાથે એ ગમ્મત પણ કરે!
કામ કંઈ એ બે નથી પણ એક છે,
નાચવા સાથે ઈબાદત પણ કરે!
બહાર નીકળતાં ડરે છે બે ઘડી,
બે ઘડી, બસ બાદ હિંમત પણ કરે!
એવું લાગે છે ને એવું હોય નહીં,
વાત જાણે એની અંગત પણ કરે!
કંઈ અહીં એવાય જોયા લોક મેં
દાન માગે ને સખાવત પણ કરે!
(તો અને તો જ)