મંગલમ્/કરને ખમૈયા
કરને ખમૈયા
હવે કરને ખમૈયા, મેહુલિયા, કરને ખમૈયા
તારી વારિ લે નિરધાર ભૈયા…મેહુલિયા૦
તેં તો આ ખેતરના અંકુર જગાડિયા
તેં તો હસાવિયા, તેં તો ઝુલાવિયા
જેને તેં લાડે લડાવિયા
આજ તેને તેં શાને નમાવિયા…મેહુલિયા૦
સૂકાં ને મૂંગાં આ સરિતા તળાવને
તેં તો આવી ભરિયાં, તેં તો ગાતાં કરિયાં
જેણે અમર જીવતર બનાવિયાં
એને ઘેલાં કરી કાં વહાવિયાં…મેહુલિયા૦
આકાશે એક દિન આવીને વાદળી
દિલ જે હરખાવિયાં, નયણાં મલકાવિયાં
જેને કંઈ રંગે રમાડિયાં
એને શાને તે આંસુડે ભીંજાવિયાં…
મેહુલિયા કરને ખમૈયા.