મંગલમ્/વર્ષાનાં વાજાં
Jump to navigation
Jump to search
વર્ષાનાં વાજાં
卐
卐
વર્ષાનાં વાજાં
卐
વર્ષાનાં વાજાં
પેલા આભલે આજ રે,
આનંદની લહેરો લહેરાય (૨)
દૂર પેલી વર્ષાનાં વાજાં સંભળાય…પેલા૦
નીલરંગી વાદળાંની ઝાલર ઝૂલે,
વીજનટી નૃત્ય કરે ધરણી ઝૂરે રે,
દૂર પલ્લવનાં અંગઅંગ રંગે રંગાય…દૂર૦
શુષ્ક પડ્યાં ઝરણોમાં ચેતન રેલાય,
લીલીછમ ઓઢણીના પાલવ પથરાય,
હર્ષ દેતી ધરતીનું મુખડું મલકાય…દૂર૦