મંગલમ્/ગાલ્લી રે ગાલ્લી
ગાલ્લી રે ગાલ્લી
ગાલ્લી મારી ઘરર જાય
ઘમ ઘમ ઘૂઘરા વાગતા જાય
ખેડુભાઈ ખેડુભાઈ ચાલ્યા તે ક્યાં (૨)
કોદાળી લઈને ચાલ્યા તે ક્યાં (૨)
મારી ગાલ્લીમાં બેસો તમે
ડોશીમા ડોશીમા ચાલ્યા તે ક્યાં
લાકડી લઈને ચાલ્યા તે ક્યાં
મારી ગાલ્લીમાં બેસો તમે
બચુભાઈ બચુભાઈ ચાલ્યા તે ક્યાં
દફતર લઈને ચાલ્યા તે ક્યાં
મારી ગાલ્લીમાં બેસો તમે