મંગલમ્/ચાંદલા
ચાંદલા
ધીમે ધીમે તું નીચે આવ…ઓ ચાંદલા
રોજ રોજ રાત પડે જોતી તુજ વાટડી
આભલાની સામે જોઈ થાકી મુજ આંખડી
તારી સાથે ખેલવાને મુજને કાંઈ કોડ છે
આવીને દેખ જરા કેવી અમ જોડ છે
આભલાના બાગમાંથી થોડા તુજ તારલા
લાવજે ઓ વિરલા વેણીમાં ગૂંથવા