મંગલમ્/નાનાં નાનાં બાળકો
નાનાં નાનાં બાળકો
વહાલાં વહાલાં બાળકો,
નાનાં નાનાં બાળકો, આવોને આજ.
આપણી આ દુનિયામાં, આપણું છે રાજ.
વહાલાં……
તરુવરને વાવજો,
ફૂલછોડને વાવજો, નાની શી વાટ.
આપણી આ દુનિયામાં, ફૂલડાંની ભાત.
વહાલાં……
મેહુલ શાં આવજો,
ખિલું ખિલું આવજો, બહેનની સંગાથ.
જાણજો ને શીખજો નવી નવી વાત.
વહાલાં……
ઢોલકના તાલમાં
નૃત્યની ચાલમાં ચીતરજો ભાત.
નાનાં નાનાં બાળકોના નાના શા હાથ.
વહાલાં……
કોયલના ટહુકાને,
વીણી વીણી લાવજો, સંભારી ખાસ.
ભર્યાં ભર્યાં ખેતરના ડોલાવો માસ.
વહાલાં……
— બાદલ