મંગલમ્/તા તા થૈ

તા તા થૈ

તા તા થૈ, તા તા થૈ, થૈ થૈ થૈ (૨)
નાચો નવેલિયા નટ થૈ થૈ થૈ…તા તા૦
ધીબો ધબાક ઢોલ ધબધબ દે…તા તા૦

ઊંચે આભલિયે વીજળી નાચે;
ઝબકારા કેવા ઝબઝબ દૈ…તા તા૦

દુનિયાને વીંટી દરિયો નાચે,
ઘુઘવાટે દૂર ઘૂ ઘૂ દૈ…તા તા૦

નાચે સૂરજ ને ચાંદલો નાચે,
નાચે દિવસ ને રાત થૈ થૈ…તા તા૦