મંગલમ્/મને વહાલું બાપુજી કેરું નામ છે
મને વહાલું બાપુજી કેરું નામ છે
મને વહાલું બાપુજી કેરું નામ છે રે,
એને હૃદયે રઘુપતિ રામ છે રે.
પહેરી પોતડી ને ચાખડીએ ચાલતો રે,
વ્હાલો બાવા બધાંને બનાવતો રે.
વ્હાલે બોખી ડોશીની લીધી સાર છે રે,
અન્નદાતા રૂડા રેંટીડાના તાર છે રે.
મેલાં ઘેલાંને લેતો સોડમાં રે,
એનો આતમ ૨મે રણછોડમાં રે.