મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૧.આનંદઘન
૩૧.આનંદઘન
જ્ઞાનમાર્ગી કવિતાપરંપરાના જૈન પદકવિ. સાધકના અનુભવ-આનંદને તથા તત્ત્વવિચારને આલેખતાં એમનાં ‘આનંદઘન-ચોવીસી’નાં સ્તવનો તથા ‘આનંદઘન-બહોંતરી’નાં પદોમાં સામ્પ્રદાયિકતાને બદલે વ્યાપક અધ્યાત્મભાવ ઊઘડે છે એ એમનો વિશેષ છે. તીર્થંકારો વિશેનાં કેટલાંક પદો પણ એમણે રચ્યાં છે. આનંદઘનની કૃતિઓની ભાષારાજસ્થાનીમિશ્ર ગુજરાતી છે.