ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને, મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની! પ્રભુત્વે તારા દૈ રસી, કસી ઋતે, દેવગણની મુદાની ગંગા દૈ જગ પર ભલે પાઠવ મને.