યુગવંદના/લોકેશ્વરનો સેતુબંધ

લોકેશ્વરનો સેતુબંધ
[રાસનો ઢાળ]

આ પારે ગામડું ને ઓ પારે શે’ર
વચ્ચે જુદાઈનાં પાણી વ્હેતાં.
દોઢ દોઢ સૈકાનાં જૂનેરાં વેર
એ રે પાણીની પોલ માંહે રે’તાં.
આજે એ નીર પરે સેતુ બંધાય
આજે તો પાણીમાં પથ્થર તરતા.
સતજુગમાં રામનામ કેરી દુવાઈ
કળજુગમાં દેશ-નામ રે’શું રટતા
૧૯૩૭