રમણીક અગ્રાવતની કવિતા/મૃદંગ

૪૦. મૃદંગ

સ્વરોને ઢબૂરી ઠરેલી માટી
આંગળીને થપકારે
ઝબકી જાગે

કમળ જેમ ખીલી ઊઠે હથેળી
આળસ મરડી ઊઠે
આંગળીઓમાં ગરકેલું નર્તન

પોતાના અવકાશમાં જંપેલો થરકાટ
આંગળીઓના નર્તન-દોરમાં પરોવાઈ
સરકતો આવે
ગરજતા ઘોષમાં

ક્ષિતિજ પૂંઠેથી ઝબકતો ભણકાર

શ્રુતિસ્તરોનાં ઊંડાણોમાં
આકુળવ્યાકુળ તાલબીજ