રવીન્દ્રપર્વ/૩૩. પ્રેયસી
૩૩. પ્રેયસી
હે પ્રેયસી, હે શ્રેયસી, હે વીણાવાદિની,
આજે મમ ચિત્તપદ્મે બેસી એકાકિની
ક્ષરે છું દ્મબ્દ્વ સ્વર્ગસુધા; મસ્તક ઉપર
સદ્યસ્નાત વર્ષાતણું સ્વચ્છ નીલામ્બર
સ્થાપે એનો સ્નિગ્ધ હાથ આશીર્વાદપૂર્ણ;
ને સમ્મુખે શસ્યપૂર્ણ હિલ્લોલિત ધરા
દિયે છે નયને મમ અમૃતચુમ્બન;
ઉન્મત્ત અનિલ આવી કરે આલિંગન;
અન્તરે સંચાર કરી આનન્દનો કમ્પ
વહી જાય પૂર્ણા નદી; મધ્યાહ્નના મેઘ
સ્વપ્નમાલા ગૂંથી દિયે દિગન્તને ભાલે.
તેં તો આજે મુગ્ધમુખી ભુલાવ્યું બધુંય
ભુલાવી આ સંસારની શતલક્ષ કથા —
તારા વીણાસ્વરે રચી મહા નીરવતા.
(ચૈતાલિ)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪