રવીન્દ્રપર્વ/૩૨. હે લક્ષ્મી, આજે ના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૨. હે લક્ષ્મી, આજે ના

હે લક્ષ્મી, આજે ના તારે રહ્યું અન્ત:પુર
સરસ્વતીરૂપ આજે ધર્યું તેં મધુર,
બિરાજે તું સંગીતના શતદલપરે
માનસસર છે આજે તવ પદતલે
નિખિલના પ્રતિબિમ્બે રચાઈ તું હવે.
ચિત્તનું સૌન્દર્ય તવ બાધામુક્ત આજે
વિગલિત થયું વિશ્વસમસ્તમાં પુલકે,
સકલ આનન્દઢ્ઢ અને સકલ આલોકે
સકલ મંગલ સાથે. તારાં એ કંકણ
કોમલ કલ્યાણપ્રભા કરે છે અર્પણ
સહુય સતીને કરે. સ્નેહાતુર હૈયું
નિખિલ નારીના ચિત્તે ઓગળી છે ગયું.
એ જ વિશ્વમૂર્તિ તવ આજ મારે ઉરે
લક્ષ્મીસરસ્વતીરૂપે પૂર્ણ રૂપ ધરે.
(સ્મરણ)
વાણી : આષાઢ-શ્રાવણ, ૨૦૦૪