રાજેન્દ્ર પટેલની કવિતા/કરોળિયો

૩૬. કરોળિયો

[અભંગ]

ઉપર ચડે ને પાછો નીચે પડે,
ક્યારેક પહોંચે, કરોળિયો!

ગૂંથે આમ જાળાં, લાગે લીલા કરે,
ના, ના, ફાંફાં મારે કરોળિયો!

જાળાં રચે, બધું ઝાલવાને મથે,
જાળમાં તો પોતે કરોળિયો!

ભલે ભક્ષે વળી ભાળે છો ચોફેર,
કૈં ન ભાળે, ઘાંઘો, કરોળિયો!

પડછાયો જોઈ દોડાદોડ કરે,
ખરો છેતરાય, કરોળિયો!

ખૂણે જીવે, જુએ આભ, પામે તે તો,
મચ્છર કે માખ, કરોળિયો!