વેણીનાં ફૂલ/બ્હેન હિન્દવાણી

બ્હેન હિન્દવાણી
[ઢાળ - લાવો લાવો રે બહાદુરખાં મીંયાં હિન્દવાણી]


આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી!
મેં તો આવતાં તુંને જાણી બ્હેન હિન્દવાણી!

તારે અંતરે ઉજાસ
તારે મોઢડે મીઠાશ
તારા શબ્દમાં સુવાસ

તને ઓળખી એ એંધાણે બ્હેન હિન્દવાણી!
-આવો૦

દખણ દેશની દીઠી રે બ્હેન હિન્દવાણી!

તારા કાળા ભમર કેશ
તારા પ્હાડી પુરૂષ-વેશ
તારો ડુંગરિયાળો દેશ

ઘુમ્યા ઘોડલે જ્યાં શિવરાજ બ્હેન હિન્દવાણી!
જેનાં ભગવે નેજે રાજ બ્હેન હિન્દવાણી!
લેવા હિન્દવાણાની સાર બ્હેન હિન્દવાણી!
જેની ખળકી રૂધિર-ધાર બ્હેન હિન્દવાણી!
-આવો૦

ગોડ બંગાળેથી આવો બ્હેન હિન્દવાણી!

તારાં મૃગલી સમાં નેન
તારે નયણે ભર્યાં ઘેન
જાણે જમનાજીનાં વ્હેન

દીઠી તળાવડીને તીર બ્હેન હિન્દવાણી!
ન્હાતી નદીયું કેરે નીર બ્હેન હિન્દવાણી!
તારાં વાયરે ઝુલે ચીર બ્હેન હિન્દવાણી!
તું તો કાળકાની કુમારી બ્હેન હિન્દવાણી!
તારી કેડ્યમાં ગાગર પ્યારી બ્હેન હિન્દવાણી!
-આવો૦

આવો કાશ્મિરી કાલૂડી બ્હેન હિન્દવાણી!

તારા નાવડીમાં નિવાસ
તારા વાડીઓના વિલાસ
માથે અવનવું આકાશ