સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી
શ્રેણી સંપાદન: રમણ સોની
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે.
આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે.
એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ, વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે.
– રમણ સોની
| વિવેચક | સંપાદક |
| ૧. નવલરામ પંડ્યા | રમણ સોની |
| ૨. મણિલાલ દ્વિવેદી | અનંત રાઠોડ |
| ૩. રમણભાઈ નીલકંઠ | સંધ્યા ભટ્ટ |
| ૪. વિશ્વનાથ ભટ્ટ | પ્રવીણ કુકડિયા |
| ૫. સુન્દરમ્ | કેસર મકવાણા |
| ૬. અનંતરાય રાવળ | દર્શના ધોળકિયા |
| ૭. ભોગીલાલ સાંડેસરા | કીર્તિદા શાહ |
| ૮. ચુનીલાલ મડિયા | મણિલાલ હ. પટેલ |
| ૯. જયન્ત કોઠારી | રમણ સોની |
| ૧૦. લાભશંકર પુરોહિત | પ્રવીણ કુકડિયા |
| ૧૧. શિરીષ પંચાલ | પ્રવીણ કુકડિયા |
| ૧૨. રમણ સોની | પ્રવીણ કુકડિયા |