સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ઉમાશંકર જોષી
ઉમાશંકર જોષી
[‘દળણાના દાણા’ દરરોજ આપણા જીવનમાં ભજવાઈ રહેલ એક અતિ કરુણ ઘટના છે. ડોશીમા ઉપર પડેલ દુ:ખનું હિમ ભલભલા જ્વાળામુખીના અન્તરને પણ ઠારી દે એવું કારમું છે; અને છતાં ડોશીમાના હૃદયની ખાનદાની, ભલાઈ, સુવાસ, એ આખા કરુણ કાવ્યમાં સુન્દરતાની કલગીરૂપ છે. કઈ પંક્તિઓમાં સમાઈ હશે એ ઉદારતા? ૧૬. મેંડી — વાંકાં શીંગડાંવાળી. બીજું કાવ્ય એક ભજન છે. આપણે ત્યાં અગાઉ તો જે કંઈ કાવ્યો લખાતાં તે મોટે ભાગે ભજનના રૂપમાં જ લખાતાં, પણ હવે પહેલાં જેટલાં એ વ્યાપક નથી. હવે તો કવિઓ કાવ્યના બીજા અનેક પ્રકારો વધુ પ્રમાણમાં ખેડે છે. આમ છતાં આપણા સાહિત્યમાં શ્રી. નાનાલાલ કવિ, શ્રી. ખબરદાર આદિએ કેટલાંક સુન્દર ભજનો લખ્યાં છે. ‘રામમઢી’ ભજનમાં આપણાં જૂનાં ભજનોનું વાતાવરણ અને તેની ખૂબીઓ કેટલે અંશે આવ્યાં છે તે કહી શકશો?]