સાહિત્ય પલ્લવ – ભાગ ૩/દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

[રેતી પર પડતાં પગલાંના અવલોકનમાંથી જન્મેલું આ એક કાવ્યમય વર્ણન છે. કુદરત આખીમાં પ્રત્યેક વસ્તુને પોતાની પાછળ પોતાની છાપ મૂકી જવાની જે ટેવ છે તેનું આમાં જે પૃથક્કરણ છે તેને વિશેષ ઉદાહરણો ઉમેરી લંબાવતાં આનંદ આવશે. લેખકે જે જે પ્રસંગો નોંધ્યા છે, અને તે ઉપરથી જે અનુમાનો તારવ્યાં છે તેથી જુદા પ્રકારનાં અનુમાનો એ પ્રસંગોમાંથી તારવી શકાય? જરા બુદ્ધિને કસી જોજો. यदि माः વ૰ આભમાં હજાર સૂર્યનો પ્રકાશ એકી સાથે ઊગી આવે તો તે એ મહાત્મના તેજની તોલે આવે :

એકી સાથે ઊગી ઊઠે આભે સૂર્ય સહસ્રની
આભા, તો તેજની તોલે આવે એ તે મહાત્મના. ]