સોરઠિયા દુહા/1


1

રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા!
ભુજ રાવણરા ભંજિયા, આલી જાં ભંવરા!

હે દશરથના કુંવર, રંગીલા પ્રભુ રામ! તમને રંગ છે. તમે રાવણની ભુજાઓ ભાંગી. હે કુંવર! તમારા પર હું વારી જાઉં છું.