સોરઠિયા દુહા/101


101

જટિયા જુવાની ગઈ, ગઈ ચટકતી ચાલ;
જિતે અંબોડો બાંધતાં, તિતે પડ ગઈ ટાલ.

જુવાની ચાલી ગઈ છે. ઝટઝટ ડગલાં ભરતાં હતાં તે પગનું જોમ જતું રહ્યું છે, અને જ્યાં લાંબા કેશનો મોટો બધો અંબોડો વાળતા હતા તે મસ્તકમાં હવે ટાલ પડી ગઈ છે.