સોરઠિયા દુહા/103


103

જોબન જોગી હો ગયા, ફેરી દે ગ્યા દ્વાર;
મૈં પાપણ તાકત રહી, ફિર્યા ન દૂજી વાર.

જોબન જોગી બનીને નીકળ્યો અને એક વાર બારણે બારણે ફરી વળ્યો તે વખતે બેઠી બેઠી જોઈ રહી, મેં એનું કાંઈ સ્વાગત કર્યું નહિ. હવે એનો ઘણોય ઓરતો થાય છે, પણ જોબન તો એક વાર આવીને જતું રહ્યું — ફરી એ પાછું ફર્યું નહિ.