સોરઠિયા દુહા/111


111

ચતુરન કી લાતાં ભલી, જલો મૂરખકી બાત;
(ઉસ) લાતનસે સુખ ઉપજે, (ઉસ) બાતનસે ઘર જાત.

ચતુર નર લાત મારી લ્યે — કાંઈક ઠપકો આપી લ્યે — તોપણ મૂરખાની વાતો કરતાં એ સારી. એ લાતથી — એ ઠપકાથી — માણસને કાંઈક જ્ઞાન મળે છે અને પરિણામે એ સુખી બને છે, જ્યારે મૂરખની વાતોથી બાવા બનવાનો વખત આવે છે.